પહેલા તો ક્યાંય એ એકલા કદી છોડતા નહોતા
હવે છોડે છે જ્યારે તો પાછું વળી જોતા નહોતા
દુઃખ માં પિંડ પણ છોડે સાથ, એ સાવ સાચું પડ્યું
મઘ્યાહે તો પોતાના પણ પડછાયા પડતા નહોતા
દુર થી ડુંગરા લાગે રૂપાળા, એ સાવ સાચું પડ્યું
છલકાતા મૃગજળ માં માછલાં કઈ નહાતા નહોતા
દિલમાં પડેલ પગલાં ભુંસાતા નથી, એ સાચું પડ્યું
દર્પણમાં ઝબકેલા ચહેરા ફરી કઈ જડતા નહોતા
હોય કમળો તો બધું પીળું દેખાય, એ સાચું પડ્યું
પાંપણે લટક્યા આસું પાછા કઈ ફરતા નહોતા
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply