ઓટ સમયની ખાળું છું.
ભરતી ભીતર લાવું છું.
હાથ જરા લંબાવું છું.
એમ અહં ઓગાળું છું.
નુસખા સ્થિર થવાના સૌ,
જાત વલોવી જાણું છું.
તારી સાથે સહમત થઈ,
ખુદ્દને હું અજમાવું છું.
આષાઢી અસબાબ થકી,
પ્યાસ ટકાવી રાખું છું.
ગાંઠ બધી જ્યાં છૂટે છે,
જીવ સહજ ત્યાં બાંધું છું.
મારગ આપોઆપ મળ્યા,
હાથ ગઝલનો ઝાલું છું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply