ઓરડાની મારી બારી, સામે તારી પડતી બારી
સામ સામી હવા ટકરાતી, વાતો કરતી તારી.
રોજ ખુલતી ને બંધ થતી સપનાં સરીખી બારી
જાગતી નજરો એક કરવા બેવ તરસતી બારી.
દિવસે કરતી દોડઘામ, ને સાંજે રાહ તકતી બારી
કદી આશ તો પ્યાસ, એકાંતે ડૂસકાં ભરતી બારી.
લજ્જા ઓથે છુપાઈ રહી અમીનેષ તાકતી બારી,
હર્ષ શોકની ઝાલર, સ્નેહના પડદે સજતી બારી
દિવસોથી એ ખુલી નથી છે બંધ ઓરડાની બારી
એકલતાનો કીડો કોતરે એથી ખરતી મારી બારી.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply