એ તરફ તારા છે,ઝગમગતા નથી,
ને ઘણાં વાદળને પણ શંકા નથી.
એ દશા છે કે અહીં દિવાલને
કાન છે,પણ કાંઇ શાંભળતા નથી.
બંગલાથી મોટું છે, ઝૂંપડી-હ્રદય,
બંધ જેના કોઇ દરવાજા નથી.
સૌ શિકારી શહેરના, વનમાં ગયા,
પંખીઓના એટલે માળા નથી.
છે ખુદાની મહેર ‘ સિદ્દીક’ એટલે,
મારી ગુજરાતી પ્રથમ ભાષા નથી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply