ઓલ્યા સપનાની તું પૂછ માં,
કઈ આવ્યા ડરાવા તે રાત માં
તોડ્યા તાળાને ખોલ્યા બારણાં,
તહી પાડ્યા બાકોરા ભીત માં .
હાલ્યા ચોર પગલે એ નીંદ માં
પાછા હંધાય રહ્યા નકાબ માં .
ફર્યા પગલાં આખા ઘર માં
તોય જોડે સુતેલા અજાણ માં
લુંટ્યા સુખ ચેન પળવાર માં
ઓલા સપના ની મોકાણ માં
રહ્યું દલડું તોય સાબુર માં
બસ આટલું ગનીમત જાણ માં
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply