ઓહ! આ શું ટપક્યું ?
આતો ઝાકળની બુંદ ,આંખ ઝપકીને ખુલી ગઈ
હસું હસું થતી મારી હસી થોડી વધુ ખુલી ગઈ
ત્યાંતો સુરજની પહેલી કિરણ આવીને સહેલાવી ગઈ
તન સાથે મારું મન મઘમઘી ઉઠ્યું હું ખીલી ગઈ
હું મારા રૂપ રંગ ઉપર મુશ્તાક બની ઝૂમતી રહી
એક બાળ દોડતું આવ્યું, ઝાટકે હું ડાળથી અલગ થઇ
ગુસ્સો એક સામટો દદડી આવ્યો ,લાચાર થઈ રહી ગઈ
દોડતું બાળ દાદીના ખોળે જઈ ચડ્યું ……
બૂઢી આંખોમાં ચમક જોઈ મને કંઈક હાશ થઇ આવી !
એક પૂજાની થાળી આવી તેમાં હું જઈ ગોઠવાઈ
ને બુઢા હાથમાં એક સિક્કો આવ્યો એ આંખો હરખાઈ,
મુરઝાતા પહેલા હું પ્રભુના ચરણોમાં ચડાઈ ગઈ
જીવનનું સાચું સાર્થક શું તે વાત મને સમજાઈ
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply