હવે અશ્રુઓને દદડવું નથી,
રજુઆત જખ્મોએ કરવું નથી.
બધા લાગણીહિન થયા બારણાં,
કદમને ફળીમાં નીકળવું નથી.
અસર ક્રોધની થાય છે ભીંતને,
સમજદાર દિલને સમજવું નથી.
તમારા જ માટે છે, શે’રો, ગઝલ,
અલગ કોઇ ખત અમને લખવું નથી
હરિફાઇ દેખીને ‘બાળક’ કહે,
હવે નોકરી કાજ ભણવું નથી.
કહ્યું પ્રશ્નએ જઇને સરકારમાં,
કિતાબોનું ભારણ ઊંચકવું નથી.
તને ભૂલવા લાખ યત્નો કરૂં ,
મહોબ્બતને દિલથી નીકળવું નથી.
તમે પોતે ‘ સિદ્દીક’ બદલાવો છો,
સમય છું હું મુજને બદલવું નથી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply