નિરાવરણ ચાંદ
આભમાં સાવ અટૂલો
શોધતો રહ્યો એ ચકોરી ને.
રોજ
જેને એ દૂર રહીને
બહુ તડપાવતો
એની તરસને ફરી ફરી જોવા,
આજે એ ખુદ તરસતો રહ્યો.
અને એ ચકોરી તો,
થાકી હારીને
સઘળી તમન્ના અંતરમાં ભરીને
યાદોના સાગરમાં ડૂબકી લગાવી
ક્યારનીય ખોવાઈ ગઈ.
આજે હવે એ ચાંદ,
તારાઓના ઝગમગાટમાં પણ
એક સાચા પ્રેમીની ચાહત વિના અધૂરો
સાવ અટૂલો…
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply