નયનમાં ઝાંકો એકવાર, જુવોને કેવી ધાર કરું
ઉડે તમારી નિંદર જોડે સપના હું સાકાર કરું.
કોઈ કહે એ જરા રસીલાં, કોઈ કાતિલ વાર કહે
નેહ નીતરશે હાશ થાશે, ગુસ્સાથી તાર તાર કરું
આંખોનું ગગન વિશાળ, દેખાશે સ્વચ્છ નિર્મળ,
મન કહે સઘળી વાતો હું કીકીઓમાં સવાર કરું
નયનની ભાષા સાવ સરળ તોયે લાગે અટપટી
સમજો તો સમજાશે, જે પ્રશ્નો અવાર નવાર કરું.
ઝીલે દ્રશ્યો દુનિયાભરનાં, ના અંદર કંઈ કળાય,
છે પાંપણની સારણી, કીકીઓને ઘારદાર કરું.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply