નથી તારૂં એ તારા હાથમા કઇં રીતથી આવે?
જે તારું છે એ તારી પાસ શોધે તો જડી આવે
અભાવો હોય ત્યારે પ્રેમની કુંપણ ખરતી રહેવાની
ને ભીની આંખમાંથી પાનખર જેવી નદી આવે
બગીચો પાન વિના ક્યાંથી રૂડો લાગવાનો છે? .
સુકા ફૂલોની ખૂશ્બૂ નાકમાં ઊંડી ચૂભી આવે
અમાસે ઘોર અંધારું ઘણુ લાગે છે ત્યારે પણ
ગગનમા બીજ રેખા ચાંદની નોખી તરી આવે
આ સંબંધોને દિવડા મીણના જાણી ના સળગાવો
કદી મુળ રૂપમાં ધારો તોય પાછા ના ઢળી આવે
તમારી છે એ તો એને હથેળીમાં હુફે રાખો.
કદી તકદીરની રેખા નવી થઇને નહીં આવે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply