નાના મટી મોટા બન્યાં સૌને પછી ભૂલી ગયા
સીડી વડે ચડતાં શિખી એને વળી કૂદી ગયા
સુખ દુઃખ છે જોડાજોડ ચાલે નાં કદીએ ભૂલવું.
ફૂલો મહી કાંટા જડે છે વાત એ ચુકી ગયા
આવે દિવસ ચડતી તણો, સંયમ કદીના છોડવો
ક્ષિતિજની ધારે સુરજના તેજ પણ ખૂટી ગયા.
છે બે-મુખાળૉ આ જમાનો,કોઈ કોઈનું નથી
લૂંટાઇ જઇશું, વાત કરનાંરાં જ ખુદ લૂંટી ગયાં
આ સત્યને જાણી લો કે અકબંધ કોઈ છે નહી
શ્વાસો છૂટ્યાં તો, મોહનાં બંધન બધાં છૂટી ગયાં
જીવન મહી જ્યાં વેદનાંનો અંશ ઊમેરાય ત્યાં
ગીતા, અવેસ્તાં બાઇબલ નામે ગ્રંથો ખૂલી ગયાં
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply