નજરમાં એમની એ શું હતું કે અંગ લાગી ગઈ?
ઘણું ના ના છતા કેફી અસરની સંગ લાગી ગઈ.
સમયને બાંધવા મસલત સતત કરવી પડી ભારે,
જુવો ઘડિયાળનાં કાંટે મજાની જંગ લાગી ગઇ
એ પડઘો આંખથી એની અમસ્તો જો પડ્યો તીખો,
ઉભી આ લાગણીમાં જીવતી સૂંરંગ લાગી ગઈ.
વસંતોમાં ફૂલો વેરે છે કેવો રંગ મનગમતો
પતંગીયાની પાંખોમાં અસર જીવંત લાગી ગઇ
તમારી આંખમાં ઝાંકીને શું જોઈને ડૂબી ગઇ
અરીસાને હું ભૂલી આંખ સાથ તરંગ લાગી ગઈ.
વિનોદે તો ભર્યું છે મુક્તતા નું આ ગગન આખું
ને રેખાના બધા સપનાને કેવી પંખ લાગી ગઈ
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply