નદી
સાંકળોથી બંધાયેલી એક નદી
બેવ છેડા બરાબર પકડીને
જીવન ભર વહેતી રહી.
એક કિનારે એને લીલુડાં વન
ને બીજે કિનારે પથ્થરિયો યુગ.
કિનારે કુમાશ ભરવા એ,
પથ્થરો સાથે અફળાતી પછડાતી
અથડાતી કુટાતી વહેતી રહેતી.
બંધાયેલી એ નદી છેવટે
ચુપચાપ આંસુની ખારાશ ભેગી બાંધી
કાયમને માટે દરિયામાં જઈ ભળી.
~ રેખા પટેલ ‘વિનોદિની’
( શબ્દ સમજ : નદી – સ્ત્રી )
Leave a Reply