તારા પગરવની જાણ ટૉડલે મારા મોરલાને થાય
દીધા વાયરાએ સંકેત ના થાવાનું સઘળુંય થાય.
મનડું ઘેલુ બને અણધાર્યું તઈ કઈ થાય
મહેદી ચોળી જોને મારું તનડું ઘોવાય
ઓલ્યો કેસૂડાનો રંગ મારે હાથે ભરાય
મારા ઉરમાં ઉમંગે કઈ કઈ થાય !
મારા આંગણમાં બઘે આજ અજવાસ પડઘાય
ઘરમાં ને ફળીયામાં ના થાવાનું સઘળુંય થાય.
લાલ કુમકુમ વડે તો મારો ચૂલો સજાય
વળી રાખ ભરીને મારું પરસાળ રંગાય
જઈ ચીતરેલા મોરલાને ચારો નંખાય
મારા ઉરમાં ઉમંગે કઈ કઈ થાય !
રહું હોઠેથી ચુપ પણ આંખોથી કહેવાઈ જાય
તે નીરખે લોકો મને ના થાવાનું સઘળુંય થાય.
મુજ ઘેલીથી આજ ના કરવાનું સઘળુંય થાય
મારા ઉરમાં ઉમંગે કઈ કઈ થાય !
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply