ના થયું તારૂ મારૂ આ ભવમા મિલન, તે છતા દૂરીમા હસતાં જઇએ
ચાંદ સાથે ઊગતો જોઇ આભમાં, એક-બીજાનેય ગમતા જઇએ
માત્ર મળવું એક હોવાનું એ લખ્યું ક્યા ગ્રંથોમાં એ બતાવો કોઇ?
દૂરતામાં એકતાં લાગે, કાવ્ય એવા મજાનાં રોજ લખતાં જઇએ
સાભળ્યું છે કે જુદાઈમાં જીવ ઘીમેથી ગળતો રહે બરફ જેવો થઇ,
સામસામાં ખોળિયે યાદોમા પૂરી પ્રાણ, આતમથી ચમકતાં જઇએ
કોઇ માસુમ પળમા તપતા રણની તરસ ઝળહળે છે ચાંદની રાતોમાં
બસ સ્મરણની આગમાં બહુ શેકાઈ મીણ જેવા થઇ પિગળતા જઈએ
મજબૂરી, ખાલીપણુ, એકલતા, આ બધું આંખમાં લાવી દે છે અશ્રુઓ
ચલ પ્રતીક્ષાની વસંતોને આંખે ભરી કૃપણોની જેમ ઉગતાં જઇએ
પ્રેમમાં પણ ક્યાં જરૂરી છે કદી લખવો પડે છે કોઇને શિલાલેખ,
આ હથેળીમાં લખેલા એ નામને પ્રેમંગંથો જેમ પઢતાં જઇએ
લેખ જ્યાં વીધી લખાવે ને વાંક આવે હથેળીમાં ની રેખાઓ નો
ભૂલ કિસ્મતની ભૂલીને સૌને ખૂશીઓ ની પળ આપીને હસતાં જઇએ
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply