ના અમને તાર તાર કરો,
જરા આંખોથી સત્કાર કરો ..
યાદોમાં લાગે રણની તરસ,
ઝાકળ થી થોડો વાર કરો …
મૌન સાથે તમે પ્રીત કરી,
કાં વાતોથી ઇનકાર કરો ..
એક દિલનો ખૂણો કાફી છે,
જરા દલડાનો વસ્તાર કરો..
આ રગ રગમાં રઢ વૈરાગી,
બધો ડર પોકળ અંદર કરો..
ડૂબવાની ઘડી છે પાઘરી,
જીવતરમાં શણગાર કરો ..
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply