મૂળ ગાળી લે પ્રથમ !
એમ વ્યાપી લે પ્રથમ !
દોડ લેખે લાગશે,
રેખા આંકી લે પ્રથમ !
છોડવાનું કંઈ નથી,
ખુદ્દને પામી લે પ્રથમ !
બોર તું વ્હેંચી શકીશ,
મૌન સાધી લે પ્રથમ !
પાંખની ઈચ્છા છે તો,
પગ ખોડી લે પ્રથમ !
પાનખર હો કે વસંત,
દાવ ડાળી લે પ્રથમ !
પડઘો થઈ આવે ગઝલ,
સાદ પાડી લે પ્રથમ !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply