ચાંદ ગેરહાજર છે, લાજને બચાવી લો,
રોશનીની ખ્વાહિશ છે ઘૂંઘટો ઉઠાવી લો.
નાશ ના કરો સંબંધ, આ અતૂટ ચાહતમાં,
સ્વર્ગ આપણું રચવા, તૂટતાં બચાવી લો.
કામ છે ભલાઈનું, કોઈ તો બચી શક્શે,
રાહમાં કોઈ પથ્થર, હોય તો હટાવી લો.
ખૂબ ઊંડા દરિયામાં, કઇ રીતે તરી શકશો ?
નાવ જેવી નારીને, પ્રેમથી મનાવી લો.
પગ નહિં,છે રસ્તા પર વાહનોને પરમિશન,
ઘરથી આપ નીકળોતો, ‘આઇડી’ લગાવી લો.
ના જરૂર અમને છે, કો ‘ તમા સુરક્ષાની,
ઈશ્કનો હું નેતા છું, રક્ષકો હટાવી લો.
આ પ્રચાર થઇ જાયે, જોઈને શીખે કોઈ,
આપણું હ્રદય ‘સિદ્દીક’, આઈનો બનાવી લો.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply