દુધ ને પાંણી, હવે જુદા કરીએં,
ઈશ્ક કરવા જરા ખતા કરીએં.
કામ એવા કદી ભલા કરીએં,
બેવફાથી સદા વફા કરીએં
સારી વાતો અમલમાં મૂકી દો,
દોસ્ત સૌને પછી જમા કરીએં.
આગીયાને ગઝલમાં પકડીને,
શબ્દ સાથે કદી વફા કરીએં.
જૂઠ દોડે છે ખૂબ નસનસમાં,
કોઇ પકડો જરા સજા કરીએં.
છે તબીબો હજુ વિમાસણમાં,
વ્હેમની હોય તો દવા કરીએં.
પોષ્ટ આવી,વધાવીએં ‘ સિદ્દીક’,
રૂણ કોમેન્ટમાં અદા કરીએં.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply