મિલન માં પ્રેમનું સુખ સાથ દુખનુ કાયમ જુવો મારણ વધ્યું
હું પીગળતી રહી ભીતરથી ત્યારે યાદનુ ભારણ વધ્યું
હતું ઘેરું ઘણું જીવન અહી તારા વિના મારું સજન
ને તું જ્યારે મળ્યોને,ત્યારથી ઉર્મિને ગમતું કણ વધ્યું
કદી ચડતી રહે મારી જ આશાઓ કદી પડતી રહે.
લે તારા સ્પર્શથી સધળી ખૂશીના રંગનુ તારણ વધ્યુ.
સુરજ માથે ચડે સંતાય છાયો,સાંજ આવે વધ પડે.
જે સોનેરી હતું ત્યાં રંગ કેરું આભમાં મીશ્રણ વધ્યું
જે ચોમાસે નદી વ્હેતી રહે ને ભર ઉનાળે થઇ સુકી
હુ રોમે-રોમ તારામાં ભળી ને સ્નેહનું સગપણ વધ્યું
સતત જો પ્રેમમાં માલામાલ માણસ થાય તો કિસ્મત ખૂલે
વટી જ્યારે સિમા રેખા સમજની,એક ગમતું જણ વધ્યું
~ રેખા પટેલ ‘વિનોદિની’
લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગા
Leave a Reply