મૌસમ વિના અમને વરસવા દેજો
ઝાકળનું જળ થઈને ઝરાઈ જાશું
સ્મરણમાં રાખી જરા જરા સાચવજો
ઉષ્માભર્યા દસ્તાવેત અમે દઈ જાશું
થોડી લાગણી પણ અહી ગનીમત છે
થોડામાં ઘણું માની ઝોળી ભરાઈ જાશું.
શરમને તો લજામણી પણ સાચવે છે
ખોટું કર્યાના ભાર હેઠળ શરમાઈ જાશું.
મુજ પર સમય જો મહેરબાની કરે તો
અહેસાન બધાના ચૂકવી વહી જાશું
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply