મૌન ના ઓથાર ની ભૂગોળ જોજે.
વાતના વહેવાર ની ભૂગોળ જોજે.
મોકળા મન થી વધાવી લે સમય, ને-
ઘાવ નૈં, ઉપચાર ની ભૂગોળ જોજે.
નામ પાછળ દોડતા પગ ની નહીં, પણ. .
સ્થિર ના વિસ્તાર ની ભૂગોળ જોજે.
છોડ વાતો, દર્દ ના ઈતિહાસ ની તું,
શબ્દના આધાર ની ભૂગોળ જોજે.
હા, ગણિત પહેલાં ગણી લેજે ફરજ નું,
ને, પછી અધિકાર ની ભૂગોળ જોજે.
લાભ, શુભ ને સાથિયા થી પોરસાતા,
છીછરા ‘હું’ કાર ની ભૂગોળ જોજે.
આ રદ્દીફ ને કાફિયા તો ઠીક છે ભૈ,
તું ગઝલ ના સાર ની ભૂગોળ જોજે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply