મૌનનાં ભાર નીચે ભીંસાય હૈયું, તું કહેતા શીખી લે
શબ્દો ઝબોળી શાહીમાં, સ્નેહ આલેખતા શીખી લે.
જે ખોવાઈ ગયું એ તારું નથી, તું ભૂલતા શીખી લે
નશીબથી આગળ કઈ નથી, મન કેળવતા શીખી લે.
મળે હવામાં સુગંધ અનેરી તું એવું હળતાં શીખી લે
સાકાર ભળે જેમ પાણીમાં એમજ ભળતાં શીખી લે.
દુઃખ સમજી દરિયાનાં ફીણ ભાર ખમતાં શીખી લે
ખુદ પડછાયો છોડે છે સાથ વાત માનતાં શીખી લે.
ના આયનામાં કેદ થવાશે, એ વાત હસતાં શીખી લે
પ્રેમાળ હૈયામાં કાયમની કેદ ભોગવતાં શીખી લે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply