માત્ર ઝરણું થઈને મ્હાલું છું !
મન મુજબ ક્યાં વહેણ વાળું છું ?
સૂર્ય જેવા સમયની સામે તો,
હું મને ગુલમહોર માનું છું !
જળ-કમળવત્ત થવું નથી સ્હેલું,
ના કે હા નો પ્રભાવ ખાળું છું !
મૂળ મારી તરસના ઊંડા છે,
એટલે આ પરબ હું માંડું છું !
‘હાથ ખાલી છે’ નો નથી અફસોસ,
હું હ્રદયને ભરેલું રાખું છું !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply