મારું નવરું પડતું મગજ,
હંમેશા એકલતા માં કંઈક વિચારતું,
અને દુર બેસીને તું એને વાંચી લેતી …
શું આજ ટેલીપથી હશે ?
શું આપણા મગજના તંતુઓ પણ દિલની સાથે જોડાયા હશે ?
કે પછી આ મારો ભ્રમ છે ?
જે પણ કઈ હશે તું મારીજ છે
તેથી તું જે વાંચે છે તેજ હું વિચારું છું …
તું જે વિચારું છું હું તે આચરું છું
તું જો રિસાઉં છું તો હું મૂઝાવું છું
આથી મોટો શું ભરોશો આપું તને
તું જીવાડું છું તેથી તો હું જીવું છું
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply