મારું નથી તે બીજા કોઈને, હું કેમ આપું?
શબ્દોમાં લખી લાગણીઓને કેમ માપું.
સહુ સાથે હસી મજાક, મીઠાં વેણ કહું
બાકી મનમંદિરમાં હું, એકજ મૂર્તિ સ્થાપું
સાંભળું ચારે કોરનું, ને હોઠે ચુપ્પી સાધુ
એકાંતે વાગોળી સઘળું, સારું સંઘરી રાખું
જો કરે કોઈ મારી બુરાઈ, મન મોટું રાખું
તારા ઉપરનો હળવો ધા હું કેમ સાખું?
સોંપ્યું છે તનમન તેનું સર્વ સુખ સાચું
એ સ્નેહાળ છાયા તણે સર્વ સુખ સાધુ.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply