મારું છલકતું જાય હૈયું,જેમ ગાગર છલકતી જાય છે
હેતાળ હૈયે એક મૌસમ બારમાસી મલકતી જાય છે
આંખો મહી આવી ભરાણી એ છબી પણ મનોહર દીસતી
શમણાં મહી મારી સુવાળી રાત સાથે સરકતી જાય છે
ભેટી પડે છે યાદ એની આભ જેવા માપમા ઝૂમતી
દરીયાને પણ ધુટમા ભરીએ,આહ એવી નિકળતી જાય છે
ઊભા અમેં સૂકી નદીની રેતમાં શાહમૃગે શોભતા.
આશા ભરેલી સ્નેહ-સરવાણી અમારી વરસતી જાય છે
‘આવો’ અમારી લાગણીનો આવકારો છે મીઠા ભાવનો
ને દ્રાર પર મીઠાસની ભાષા અમારી હરખતી જાય છે
સંગીત મય આખી ગઝલ કાગળ ઉપર ચીતરાતી જાય તો?
ઇચ્છાની તરજો કાવ્યમા શબ્દોના તાલે રણકતી જાય છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાલગાગા-ગાલગા
Leave a Reply