મારી રેખા હું જ આંકી લઉં છું બસ. .
ને, સમજને એમ સાધી લઉં છું બસ. .
આજના આ સૂર, લય ને તાલ થી,
આવનારી કાલ ગાઈ લઉં છું બસ. .
શક્ય છે કે સાંજ ઠંડી ઊગશે,
એમ સમજી તડકા સાંખી લઉં છું બસ. .
હાથની કે ભાલની રેખા નહીં,
ભાવિ માટે કર્મ વાંચી લઉં છું બસ. .
ઝાંઝવાની દોડ ને જોયા પછી,
હું અષાઢી પ્યાસ ખાળી લઉં છું બસ. .
આ ગઝલ પર્યાય મારો થઈ શકી,
જીવ સાથે એને રાખી લઉં છું બસ.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply