અમેરિકાની ઘરતી ઉપર પાનખરની આગમન પછીનું દ્રશ્ય …
મારી નજરને ખેચતી કુદરત હવે આડું જુવે છે,
અળગી થતી મૌસમ મજાની જોઈને હૈયું રડે છે
વીતે વસંતોના દિવસ ને પાનખર આવી ચડે છે,
ઠંડા પવનની ઝાપટે પીળા પત્તા ધ્રૂજી પડે છે.
ચારે તરફ જ્યાં શોભતો’તો ફૂલનો વૈભવ મજાનો,
રંગીન ફૂલો વગર ડાળીઓ બધી એકલી ઝુરે છે .
મારી શરમની આ પ્રકૃતી પાનખર જોઇ ડરે છે
આભે ચમકતો સૂર્ય મો ઢાંકીને વ્હેલો જઇ ઢળે છે
ઢળતી હતી જે સાંજ મારો એક ટહુકો સાંભળીને
ચાદર બરફની જોઈ પંખી મનનું મારું ખળભળે છે.
મૌસમ અને માણસની વચમાં કેટલો છે ફર્ક જાણ્યું?
ઋતુ વરસની ચાર,તો આ માનવી પળમા ફરે છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply