મારી કવિતાની પ્રશંશામાય તારી વાત લઇને આવશે
હું મૌનની આગોશમાં સરતી રહું તો યાદ લઇનેઆવશે
સૂરજ ડૂબે છે રાતમા,અંધારૂ વળગી જાય છે બિન્દાસ્ત થઇ
વ્હેલી પરોઢે સૂર્ય ઉગતા રાત માટે ધાત લઇને આવશે
રસ્તે અજાણે મુંઝાય મન તો હું સુગંધી યાદની સાથે ફરૂં
સંબંધ ખોટા છોડશો તો સત્ય પણ બારાત લઇને આવશે
આપ્યુ નથી સરનામુ ભૌતિક સ્થળનુ હું જ્યા રહું છુ કાયમી
યાદોની ફોરમ પોસ્ટ સરનામા વિના સૌગાત લઇને આવશે
દરિયો છુપાયો છે નયનમા જિંદગીમાં મૌજની ધારા બની
મઝધારમાં અસ્તિત્વ ખોવાતા કિનારે લાશ લઇને આવશે
આખો દિવસ શમણા વહેતા જાય મારા શાંત કોલાહલ મહીં
છેલ્લી પહોરે તુય ઝાકળથી ભરેલી પ્યાસ લઇ નેઆવશે
~ રેખા પટેલ ‘વિનોદિની’
ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા
Leave a Reply