મારા વ્હાલા હૈયું સંભાળતો રહેજે
સાચા રસ્તાઓ તું દેખાડતો રહેજે
માયાનો કાદવ તો લાગે સુવાળો બહુ
પગ ખુંપે જ્યારે તું કાઢતો રહેજે
મર્કટ જેવું મન છે કુદતું રહે કાયમ
ચંચળતા એ મનની તું નાથતો રહેજે
જુગટા જેવી લાગે મોહ ને માયા
દેવું વધતાં હુંડી તું આપતો રહેજે
માણસનાં મનમાં શું છે જાણશું ક્યારે
મારા મનમાં કાયમ તું જાગતો રહેજે
મારું તારું કરતા જીવન ગયું આખું
જાતી વેળા અગ્નિને તું ઠારતો રહેજે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply