મારા તમારા દિલમાં ઝાંકો તો ત્યાં મળશે આત્માનું અજવાળું…
જો દ્રાર અંતરના હશે ખૂલ્લા ઝળ હળશે આત્માનું અજવાળું
સઘળાં દુખોનું એક કારણ છે,જકડો મન તો આપે છે પીડા.
તારું ને મારું છોડવાથી થોડું વધશે આત્માનું અજવાળું
અર્પણ કરી ને દેહ અગ્નિને માણસ જાણે નહિ ક્યાં જાવાનું?
છેલ્લો સમય તું બ્રહ્મમાં ભળશે તો જડશે આત્માનું અજવાળું
મય ને અફીણી કેફ તો એની મેળે ઉતરી જાવાનો બંધું
ધનનો નશો જેને ચડે તો તેનું બળશે આત્માનું અજવાળું
શ્રધ્ધા હશે જો સત્ય પર તો ફેલાશે ચારેબાજું અજવાળુ
સઘળાં આ સુખ દુખને પચાવે તો ખુદ નમશે આત્માનું અજવાળું
જેનો કદી ના અંત આવે એવી ઈચ્છા લઈને જન્મે છે દુનિયા
ફળની આશા છોડી કરમ કર,સૌને ગમશે આત્માનું અજવાળું
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply