મારા તમારા અંતરના, અંદરનું જ આ અજવાળું…
ખુલ્લી આંખે અંધારું, મીંચેલી આંખોનું અજવાળું
દુઃખનું મૂળ મન છે, મહી જીવનભર એ પીડાવાનું
તારું મારું બધું છોડીને, મૃત્યુ બાદનું આ અજવાળું
સોંપી શરીર અગ્નિમાં, મુક્ત આત્માનું વિહરવાનું
સમય રહેતે બ્રહ્મ માં ભળતું, આત્માનું અજવાળું
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply