મારા સહેવાસ વિનાય તને ઊંઘ નથી આવતી
તારા અહેસાસ સિવાય મને ઊંઘ નથી આવતી.
તું ચાહે મને સ્વપ્નોમાં મળવા અને ભળવા ને,
ને, તારી અધૂરપમાં કેમેય મને ઊંઘ નથી આવતી.
તું પડછાયે રાખી મને ચાલે, ને મ્હાલે મનગમતું
તારો છેડો ઝાલ્યા વગર મને ઊંઘ નથી આવતી.
વરસાદી ભીની મૌસમ તને તડપાવે, જાણુ ઘણું,
નેહની ઝરમર વિનાય મને ઊંઘ નથી આવતી.
મળવા તું આવે જ્યારે, ચિંતાઓ મેલીને આવજે
મલકતું મુખ જોયા વિના મને ઊંઘ નથી આવતી.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply