મારા હકથી વધારે મારે કઈ ન જોઈએ
મારા સમીપ આવતા જો તારા ઉરના ધબકાર વધી જાય…
એ મારા પ્રેમની નિશાની છે.
મને પ્રેમનો મીઠો બધોય બદલો જોઈયે.
મને જોતા જ તારા મુખ પર અજબ સાંતા વળી જાય…
એ તારા સુખની નિશાની છે.
મને બદલામાં સો મણ સુખ જોઈયે.
આખા દી’ ની જલન પછી મારા સ્પર્સ માત્રથી સાંજ સુધરી જાય..
એ મારા પ્રેમની શીતળતા છે.
મને બદલા માં સપના હજાર જોઈયે.
મારા હકથી વધારે મારે કઈ ન જોઈએ.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply