દરેક શબ્દનાં ઘટતા અર્થ જુદા જુદા હોય છે
બધા માનવ મનના સ્વભાવ જુદા જુદા હોય છે
મૃગજળની પ્યાસમાં સહુ ભટક્યા કરો છો
ઉન્માદ ના અવસર હૈયે જુદા જુદા હોય છે
આકાશી ગોખમાં બે ચમકતા તારા સદાયનાં
એકજ કુખનાં તોય રુપ જુદા જુદા હોય છે
આભેથી નીતર્યા જળ એકજ સમાન મીઠાશે
ઝીલ્યા દરિયા સરોવરે નીર જુદા જુદા હોય છે
અહી જન્મતો દરેક જીવ માના પેટે થી ભલે
શરીર ત્યજતા આત્મા ગમન જુદા જુદા હોય છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply