મારા ઘરની બિલકુલ સામે તારા ઘરની બારી
સામા સામી વાતી હવા અને ટકરાતી બારી
રોજ ખુલતી ને થાતી બંધ તારી મારી બારી
બે નજરો ને એક કરવા બેવ તરસતી બારી
દિવસે યાદો ભરી ને સાંજે રાહ તકતી બારી
કદી આશ તો કદી પ્યાસ, આહ ભરતી બારી
હર્ષ શોકની ઝાલરો થી સદા સજતી બારી
લજ્જાના પડદા ઓથે લપાતી છુપાતી બારી
હવાનાં સૂસવાટે કિચુડ ના ગીતો ગાતી બારી
ના ખુલે બારી તારી, મારી બંધ રહેતી બારી
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply