માણસાઈ – લિબાસ થૈ જાઉં,
છે જરૂરી કે ખાસ થૈ જાઉં.
ફૂલ થૈ જા તુ મારા ઉપવનનો,
તે પછી હું સુવાસ થૈ જાઉં.
વિશ્વ ચાહે છે તારી મુઠ્ઠીમાં,
એક પલમાં સમાસ થૈ જાઉં.
સાવ કાચો ઘડો છું માટીનો,
એક શબ્દે ઉદાસ થૈ જાઉં.
સાથ લૈ ને સહુનો એક વ્યક્તિ,
જીદ ઉપર છે વિકાસ થૈ જાઉં.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply