મનમાં સંઘરી રાખેલું ઘણુંય નડ્યાં કરે છે.
કોણ જાણે કેટલું જૂનું મહી મળ્યાં કરે છે.
સુગંધિત યાદોથી હૃદય આ પુલકિત બને,
જુના ઉભરાતાં ઘાવે જ દિલ રડ્યા કરે છે.
કોઈ પેટાળ માંથી આવી હચમચાવી જાય,
જોડાજોડ બેઠેલાં પણ ના હૈયે અડ્યાં કરે છે.
ખીલતાં ફૂલો તો આખા ઓરડાંને મઘમઘાવે .
ત્યાં દબાયેલું સૂકું ગુલાબ પણ જડ્યાં કરે છે.
એક નાની અમથી વાત કહાની બની જાય,
ને આખી ઘટના ભૂલવા મન મથ્યાં કરે છે.
કોઈ કહે, અમારે યાદ કરવાં તો અતીત નથી,
આ સાંભળી વિનોદિની લ્યો હસ્યાં કરે છે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply