મનમાં નથી કંઈ ભાર કે ખટકો રહ્યો.
જે રીતથી આવી એ રીતે ગઈ ક્ષણો
જેવી જરૂરત હોય છે એવો મળ્યો,
આ શબ્દ ઠંડો ને હૂંફાળો થઈ ગયો.
ભૂલી જવાની ટેવથી સારું થયું,
કંઈ કેટલી વાતો ઉપર પડદો પડ્યો.
હું જળકમળવત છું એ સાબિત થઈ ગયું,
ઈચ્છા મરી પણ ના કર્યોં મેં ખરખરો.
માણસ થવાના પાઠ નહિ ભણવા પડે,
તમને તમે થોડું ઘણું બસ ગાંઠજો.
સારો કે નરસો કામ ચોક્કસ લાગશે,
એકાદ કિસ્સો હોય જો હૈયાવગો.
મોકો મળે ની રાહ જોશો ક્યાં સુધી?
ઉજવી શકો એવા ઘણાં છે અવસરો.
~ લક્ષ્મી ડોબરિયા
( “પદ્ય” માં પ્રકાશિત ગઝલ )
Leave a Reply