માની આંખોનો પ્રેમ એટલે ફૂલ અને સુગંધનો સબંધ.
તેને અલગ કરવું ના શક્ય બને?
જો આવો પ્રયત્ન કરવામાં આવે તો ફૂલ નિચોવાઈ જઈને પણ સુગંધ સાચવી જાય છે.
પિતાની આંખોનો પ્રેમ એટલે ઉડાન અને પંખ.
પાંખો વગર ઉડાન ના શક્ય બને?
પોતે જીવનભર ફડફડતાં રહે પણ બચ્ચાઓને ઉંચી ઉડાન ભરતા શીખવી જાય છે.
દોસ્તની આંખોનો પ્રેમ એ દુઃખ અને આંસુનાં બંધ.
દુઃખમાં નિમંત્રણ આપવું ના શક્ય બને?
આમંત્રણ વગર દોડી આવે. કદીક હાથ લંબાવી કે સથવારો આપી સુખ ઉમેરી જાય છે.
પતિ પત્નીની આંખોમાં પ્રેમ એ પ્રકાશ વિના આંખ અંધ.
ઉજાસ વગર દેખવું ના શક્ય બને?
વિના એકમેક જીવનપથ ના સ્પષ્ટ કળાય, સાથ રહી સુગંધ, ઉડાન, સુખ સર્વ અર્પી જાય છે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply