માંગી હતી મેં સ્થિરતા.
અરમાન પીળા થઈ ખર્યા.
એ આવશેની વાતમાં,
રંગો પૂરે છે કલ્પના.
ખૂણાનો મેં મહિમા કહ્યો,
ઝાંખા પડી ગ્યા આયના.
એની ન લીધી નોંધ તો,
ખોટું લગાડી ગઈ વ્યથા.
જળ ને સમયના તથ્યથી,
વિચાર પણ વ્હેતા થયા.
તું ગીત ગા કે મૌન રહે,
અંતે તો છે હું ની કળા.
બસ, આટલું છે પૂરતું,
એની તરફની છે હવા.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply