મને શોધવા નીકળું, એ મળી જાય રાહમાં
અભાવોના ફૂલો બધા ઊગતા જાય આંખમાં
મને ક્યાં હું શોધું? સવાલો ઉઠે જાત જાતનાં
એ મારી અવઢવ સમજી, મલકાતા જાય વાતમાં
અહીં હોઠ ફીક્કા થયાને ઢળી આંખ શર્મમાં
એ નટખટ સતાવે છે મને બંધ હોઠોની મ્યાનમાં
ને એ મારી રગોમાં એ પડઘાય લોહી બની જુઓ
કદી યાદની કરચ તોડે છે દિલ મારુ ખ્વાબમાં
થશે મારુ સપનું હવે સાચુ, બંધાઈ આશ જ્યા,
ખુલે આંખ ને આંસુ રેલાય છે મારા ગાલમાં
એ ક્ષણભરનું સુખ જિંદગીભરનું દુખ જો બન્યું હવે
વિરહમા દિવસ જાય વેરણ બને ઉંધ રાતમાં.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply