મને નફરત કરે છે?
ઘણી મહેનત કરે છે.
જરા એક પોષ્ટ મૂકી,
નજર કરવત કરે છે.
મરદ છે, ક્રોધને પણ,
ગળ્યો શરબત કરે છે.
તમારૂં શ્વાન છે આ?
પ્રથમ સ્વાગત કરે છે!
સમંદરને મળીને,
સદી કિંમતત કરે છે.
દવા આપી જરા શું,
હ્રદય ખીદમત કરે છે.
કદી વ્રુક્ષોની સાથે,
પવન ગમ્મત કરે છે.
મળ્યો આ સાથ કોનો?
હવા હિંમત કરે છે.
મુરખ છે, રાઈનો જે,
સદા પર્વત કરે છે.
મહોબ્બત કરવાવાળા-
-ને જગ રૂખસત કરે છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply