મને આદત છે થીંગડા મારવાની,
તને છે, ટેવ પર્ણો તોડવાની.
નરી આંખે જરા જોઈ શકે છે,
મનાઈ એમને છે, સ્પર્શવાની.
ઉડી છે આંધીઓમાં એક અફવા,
મુલાયમ લોકમાં જઇ પ્હોંચવાની.
જગત રણમાં છે વૈભવ ઝાંઝવાઓ,
હરણ-લોકોની હિંમત, દોડવાની.
કરી દો કત્લ, કાં ઈલ્ઝામ આપો,
અમે આપી છે સત્તા વર્તવાની.
કબૂતર કૈ’ રીતે વિશ્વાસ રાખે!
અમારી ટેવ પથ્થર ફેંકવાની.
તમારા શ્હેરમાં ‘સિદ્દીક’ આ મોસમ,
અતિ ચાહું, મળે તક ચાહવાની.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply