★ શીર્ષક – માણસ સમજવો કઠિન છે ★
માણસ તો માણસ છે,
સમજવા ખુબ કઠિન છે.
આમ તો એક છે,
રૂપો અનેક લે છે.
ચહેરો એક છે,
નકામ ઘણા રાખે છે.
બોલે કંઈક ને કરે કંઈક.
બોલે તે તો કરે નહિ.
માણસ તો માણસ છે,
સમજવો ખુબ કઠિન છે.~ મનોજ પટેલ
( Mahesana )
★ શીર્ષક – મૌન-મહિમા ★
મૌન નહિ એ તો ગહન સત્ય છે.
‘મુંગા’ નહિ, તમે તો ‘મૌનીબાબા’ છો.
જીવતે જીવ સમાધિગ્રસ્ત છો,
મૃત્યુની શી વિસાત છે?
તમને આંબી પણ શકે…~ મનોજ પટેલ
( Mahesana )
★ શીર્ષક – જીવન એક ખોટ ★
જીવન કેરો હિસાબ,
કયાંય મળે છે “મનોજ”?
ખોટ કેરું જાણે આ જીવન છે,
ખોટ પર ખોટ જાયે જાય છે.આની ખોટ, તેની ખોટ,
મેળવેલું ગુમાવ્યું તેની ખોટ.
ઉમેરા પર ઉમેરો થતો જાય છે ખોટમાં,
પછી ગણતરી કયાંય કરવાની હોય?~ મનોજ પટેલ
( Mahesana )
★ શીર્ષક – હું વિકલાંગ છું ★
જીવનસંગ્રામે
એવો
મસ્ત
થઇ
ગયો
કે
એય
સત્ય
પણ
ભુલી ગયો
કે
હું વિકલાંગ છું.~ મનોજ પટેલ
( Mahesana )
Leave a Reply