મન મનાવી લ્યો તો પાક્કું સૂઝવાનું.
ના કે હા કહેવા બહાનું સૂઝવાનું.
કૈંક થાવાના પ્રયાસો છોડ ત્યાં,
હોવું તારું એકધારું સૂઝવાનું.
રોજ ઉગનારા સવાલોથી તું જોજે,
ખુદની સામે થઈ જવાનું સૂઝવાનું.
હું અરીસાથી છુપાવી લઉં ઘણું યે,
પણ ગઝલ થઈ એ જ પાછું સૂઝવાનું.
આ ખુશીની પળ તો એમ જ વીતવાની,
ને, ઉદાસીમાં તો ખાસ્સું સૂઝવાનું.
કૂંણી કૂંપળના પ્રભાવે, સાવ સહેજે,
ગીત ડાળીને મજાનું સૂઝવાનું.
એક ઘટનાથી વળી શું થઈ શકે અહિ?
વારતાનું બસ મથાળું સૂઝવાનું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply