માળાએ કર્યો હોંશથી વ્હેવાર નિરાળો
ને, ડાળને ટહુકાનો દે આધાર નિરાળો
ફૂલોના ઘરે ઓસ તો મહેમાન થઈ ને
ઊજવે છે હકીકતમાં તો તહેવાર નિરાળો
ઉત્તર બધાયે થાય છે ત્યાં ગૌણ પછી થી
જ્યાં પ્રશ્ન રૂપે હોય છે અંધાર નિરાળો
એને તો સદી ગ્યા છે નવા રૂપ ને વાઘા
પીડાનો ગઝલમાં થયો સ્વીકાર નિરાળો
હું આજને લઈ જાઉં છું ગઈકાલથી આગળ
એ રીતે કરું કાલ નો વિસ્તાર નિરાળો
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply