રમ્યા’ તા ત્યાં મકાનો થઈ ગયા છે,
કે જ્યાં નવરા કિસાનો થઇ ગયા છે.
અમે રોપી હતી ફૂલોની જાતો,
કરડતાં સૌ ઉધાનો થઇ ગયા છે.
મળી ઓળખ ત્યાં જીગરી દોસ્તોની,
અણી વખતે સવાલો થઇ ગયા છે.
મુરારી બાપુના સનમાન ખાતર,
પરત કિંમતી ખિતાબો થઇ ગયા છે.
ગઈ છે, મોંઘવારી આસમાને,
અને તળીયે પગારો થઇ ગયા છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply