મહોબ્બતના કિનારા પર ઘણા બિમાર બેઠા છે,
ન જાણે કેટલા વર્ષોથી આ પડકાર બેઠા છે.
હ્રદયનાદર્દના રંગોથી આ ગઝલોને ચીતરી છે,
હૂનર ત્યારે જ આવ્યું, આગ પર.સોવાર બેઠા છે.
નથી આ લાગણી-અવસર,પ્રસંગો પર મળેછે એ,
ઉમળકાભેર વિધીમા ફકત વ્યવહાર બેઠા છે.
અહીં આ ચાન્દ,સૂરજને ફરજ પર આવ્વુ પડ્યું,
હજારો ફિત્નાગર,ફતવારુપી અંધાર બેઠા છે.
છુપાવીને નીકળ્યા છે આ ચેહરાઓ દુપટ્ટામા,
પગે ચાલે કે વાહન પર બધા સંસ્કાર બેઠા છે.
હવે ઓળખ ધરાવીને ઘરેથી નીકળો પંખી,
અકસ્માતો નવી સડકો ઉપર ગમખ્વાર બેઠા છે.
મુસાફર છું મને મારી સફરની જાણ છે મિત્રો,
જનમથી લઈ મરણ સુધી જરા પળવાર બેઠા છે.
કરૂં જો રોશની ઘરમાં તો કૈ રીતે કરૂં સિદ્દીક ?
કરૂં દેવાઓને રાજી તો ત્યાં તહેવાર બેઠા છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply